પ્રેગ્નેન્સી દરેક મહિલાના જીવનમાં સૌથી ખાસ સમય હોય છે. આ સમયે મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાપીવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમે ક્યારે શું અને કેટલી માત્રામાં ખાવું તેની સાથે ગર્ભસ્થ બાળક અને માં બંને અસર થાય છે. જેથી ઈમ્યૂનિટી વધારે એવી નેચરલ વસ્તુઓ ખાવી જોઈએ. જેમાં તુલસીને બેસ્ટ ઔષધી માનવામાં આવે છે. તે પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જણાવીએ તેના ફાયદા.

તુલસીમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે. જેથી તેને રોજ ખાવાથી આંખોની રોશની વધે છે. પ્રેગ્નેન્સીમાં લોહીની કમીની સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે. એવામાં આ સમયે ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. તુલસીના પાન ખાવાથી શરીરમાં લોહીની કમીને દૂર કરી શકાય છે. પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં તુલસીના 2-3 પાન પલાળીને પછી ચાવીને ખાવા. તેનાથી શરદી-ખાંસી, એલર્દીની સમસ્યા થતી નથી અને પ્રેગ્નેન્સીમાં નાની-મોટી તકલીફો સામે પણ રક્ષણ મળે છે. તુલસીમાં ભરપૂર મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમ પ્રેગ્નેન્સીમાં વધતાં તણાવને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે ગર્ભસ્થ બાળક માટે પણ ફાયદાકારક છે. પ્રેગ્નેન્સીમાં તુલસીના પાન ખાવાથી પેટ દુરસ્ત રહે છે. અપચો અને પેટની બીમારીઓમાં પણ આરામ મળે છે. પ્રેગ્નેન્સીમાં મોટાભાગની મહિલાઓને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ સમયે તુલસીના પાન ખાવાથી ઘણો ફાયદો મળશે. રોજ સવારે તુલસીના 2-3 પાન ખાઈ લેવાથી પ્રેગ્નેન્સીમાં થતું મોર્નિંગ સિકનેસ અથવા ઊબકાંની સમસ્યામાં આરામ મળે છે.  તુલસીમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી બોડીમાં થતાં દુખાવા અને સોજામાં ફાયદાકારક હોય છે.  પ્રેગ્નેન્ટ મહિલાઓએ તુલસીની હર્બલ ટી પણ પીને તેના ફાયદાઓ મેળવી શકે છે.