શિક્ષણાધિકારીનો નિરીક્ષકને તપાસ કરવા આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ફેબ્રુઆરી 2026  |   3267

અમદાવાદ, સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા વધુ વસૂલેલી ૨ કરોડ જેટલી ફી વિદ્યાર્થીઓને પરત આપવામાં આવી છે કે નહીં? તેની તપાસ કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી દીધી હતી. જે બાદ એફઆરસીએ ફીમાં ઘટાડો કર્યો હતો, જેથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલેલી ફી પરત આપવા માટે હ્લઇઝ્ર કમિટીએ સૂચના આપી છે. જાેકે, હજુ સુધી વિદ્યાર્થીઓને ફી પરત આપવામાં ન આવી હોવાની વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ નિરીક્ષકને તપાસ કરી રિપોર્ટ આપવા માટે સૂચના આપી છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ધોરણ ૧ થી ૮ની ફી માટે અમદાવાદ ઝોનની કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ માટે કમિટી સમક્ષ ૩૯,૩૫૯ની ફી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જાે કે અમદાવાદ ઝોનની હ્લઇઝ્ર કમિટીએ ૩૩ ટકાનો કાપ મૂકીને ૨૬,૨૫૦ રૂપિયા ફાઈનલ ફી મંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં સ્કૂલોએ મંજૂર કરેલી ફી કરતા દરખાસ્ત કરેલી ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી હતી. તે બાદ સ્કૂલએ રિવિઝન કમિટીમાં અરજી કરી હતી, પરંતુ રિવિઝન કમિટી દ્વારા સ્કૂલની અરજી ફગાવી દીધી હતી. તેમજ સ્કૂલને હ્લઇઝ્રના આદેશનું પાલન કરવા પણ સૂચના આપી હતી. તેમજ ૨ કરોડ જેટલી વધારાની ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવી છે, તે ૧૫ દિવસમાં વાલીઓને પરત કરવા માટે આદેશ કર્યો હતો. તેમજ વાલીઓને ફી પરત કરી તેના પુરાવા એફઆરસીમાં જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. પરંતુ સ્કૂલે આદેશોનું પાલન ન કર્યું હોવાની વાલીઓએ ડ્ઢઈર્ંને રજૂઆત કરી હતી. જેથી હવે શિક્ષક નિરીક્ષક સ્કૂલ ફી પરત કરી છે કે નહીં તેની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution