ટીવી પરદાની કવીન અને બોલીવૂડમાં ફિલ્મોનું તેમજ ડિજીટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝના નિર્માણ માટે જાણીતી એકતા કપૂર સાથે વારંવાર વિવાદ જોડાતા રહે છે. તેની સિરીઝ કહને કો હમસફર હૈની ત્રીજી સ્ઝિન હાલમાં દર્શાવાઇ રહી છે. જેમાં રોનિત રોય, ગુરૂદીપ કોહલી, મોના સિ઼હ, અપૂર્વ અગ્નિહોત્રી, પૂજા બેનર્જી, પલક જૈન, અદિતી વાસુદેવ સહિતની મુખ્ય ભુમિકા છે. એકતાએ કહ્યું હતું કે આ ત્રીજી સિઝનથી હું અત્યંત ખુશ છું. મને એ વાતની ખુશી છે કે મેં મારી મનની ઇચ્છા આ સિરીઝ થકી પુરી કરી છે, હું મેચ્યોર લવસ્ટરોી દેખાડવા ઇચ્છતી હતી. ત્રીજી સિઝનમાં રિલેશનશીપના અનેક પહેલુ જોવા મળ્યા છે. પ્રેમ નફરતમાં બદલાઇ જતો પણ દેખાય છે.

દર્શકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. એકતાની અન્ય સિરીઝ ટ્રીપલ એકસ-૨ના એક સિનમાં પણ હોબાળો મચ્યો હતો. જેમાં એક ઓફિસરની વાઇફ તેના પતિની હાજરીમાં પ્રેમીને બોલાવે છે. વિવાદ બાદ એકતાને આ સિન હટાવવો પડ્યો છે. જો કે તેણે કહ્યું હતું કે અમે સિન હટાવી દીધો છે.