ELECTION 2021: આટલા હજાર પોલીસકર્મીઓ રહેશે તૈનાત, પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર
19, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. જ્યાર બીજી તરફ અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ વિભાગ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસે વિભાગે ચૂંટણીના બંદોબસ્તને લઇને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે અંતર્ગત પોલીસ બળ સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે મત જે અંતર્ગત ચૂંટણી અને મતગણતરીના દિવસે ૫ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

જેમાં ૧૨ ડીસીપી. ૪૦ ડીવાયએસપી. ૭૦ પીઆઇ, ૨૦૦ પીએસઆઇ અને ૪ હજાર ૬૦૦ જેટલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત ૯૭ જેટલી મોબાઇલ વાન પેટ્રોલિંગ કરશે તેમજ ૪૮ જેટલી ક્યુઆરટીની ટીમ પણ તૈનાત રહેશે. શહેરમાં ૪૦૦ જેટલા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ આઇડેન્ટિફાય કરી લેવાયા છે. શહેર પોલીસ કમિશનર અને ૨ જાેઇન્ટ પોલીસ કમિશનર સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના પોલીસ બંદોબસ્ત પર સુપરવિઝન રાખશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution