કોલકાતા-

કોલકાતામાં 30મી સપ્ટેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે શુક્રવારે ભાજપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે સમરશેરગંજથી મિલન ધોષ, જંગીપુરથી સુજીતદાસ અને ભવાનીપુરથી બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સામે પ્રિયંકા ટિબરીવાલને મેદાને ઉતાર્યા છે. ભાજપે શુક્રવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. અગાઉ ટિબરીવાલએ પશ્ચિમબંગાળ વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં થયેલી હિંસા બાદ કોલકાતા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. તે પૂર્વ કન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોની કાયદાકિય સલાહકાર પણ રહી ચુકી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને કોલકાતાની એન્ટલી વિધાનસભા પરથી મેદાને ઉતાર્યા હતાં. પણ તૃહમુલ કોંગ્રેસના સ્વર્ણકમલ સાહા સામે તેમનો પરાજય થયો હતો. તો આ તરફ વામમોર્ચા અગાઉ જાહેરાત કરી ચુક્યું છે કે માકપાના નેતા વિશ્વાસ ભવાની વિધાનસભા મત ક્ષેત્રમાં તેમના ઉમેદવાર હશે. તો બીજી તરફ ભવાનીપુરમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી સામે પોતાનો ઉમેદાવાર ઉતારવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ કોંગ્રેસે યુ-ટર્ન મારીને ઉમેદવાર ન ઉતારવાની જાહેરાત કરી છે. રાજ્યકોંગ્રેસ અધ્યક્ષ અધીરરંજન ચૌધરીએ બહરામપુરમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો સામે કોઇ પણ ઉમેદવાર ઉભો નહીં રાખે.