અરવલ્લી : શિક્ષક ભરતી વર્ષ ૨૦૧૮માં સામાન્ય વર્ગથી ખાલી પડેલ ૧૧૬૭ જેટલી પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગે લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લાં ૧૮ દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર ચાલી રહેલા શાંતિ પૂર્વક વિરોધ પછી આંદોલને ઉગ્રરૂપ ધારણ કરતા ડુંગરપુર પાસે આંદોલનકારીઓ નેશનલ હાઈવે.નં-૮ પર અસંખ્ય ગાડીઓ,પેટ્રોલપંપ,અને દુકાનો સળગાવી દેવામાં આવી હતી. 

આંદોલને હિંસક રૂપ ધારણ કરતા ડુંગરપુર નજીક સામાજિક અગ્રણીઓ, નેતાઓ અને સ્થાનિક પ્રશાસન તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શિક્ષક ભરતી અંગે રાજસ્થાન સરકાર સુપ્રીમકોર્ટ માં જશે ની હૈયાધારણા અપાતાં આંદોલનકારીઓએ શરતી સમાધાન સ્વીકારી આંદોલન સમેટી લીધું હતું. આ અંગે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૩ હજારથી વધુ લોકો સામે ૪૦ થી વધુ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી રાજસ્થાન પોલીસે આંદોલન સમેટાય બાદ ધીરે ધીરે આરોપીઓની ધરપકડ શરુ કરવામાં આવી છે અને અત્યારસુધી ૮૬ લોકોની ધરપકડ થઇ છે. પોલીસે ધરપકડ શરૂ કરતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. શિક્ષક ભરતી આંદોલનમાં ડુંગરપુર નજીકથી પસાર થતા ને.હા.નં-૮ પર ઉપદ્રવ મચાવનાર અને હાઈવે તથા આજુબાજુના વિસ્તારોમાં હિંસક આંદોલનમાં સંડોવાયેલ અને પોલીસ પર હુમલો કરનાર લોકો સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાતા રાજસ્થાન પોલીસે આજે ૧૧ લોકોની ધરપકડ સાથે ૮૦ થી વધુ લોકોની ધરપકડ કરતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે રાજસ્થાન પોલીસ સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી હિંસામાં સામેલ લોકોની ધરપકડ શરૂ કરવામાં આવી છે. ડુંગરપુર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-૮ પર હિંસા અને હુલ્લડ પર ઉતરી આવેલ લોકોની પોલીસે ધરપકડની ઝુંબેશ શરુ કરી દીધી છે.