ગાંધીનગર, રાજ્યમા ટેકાના ભાવે મગફળી ખરીદી રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા રજિસ્ટ્રેશન પ્રક્રિયાને ગ્રહણ લાગ્યુ છે. ૧ઓક્ટોબરથી રાજ્યના તમામ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો દભય કર્મીઓ ઓનલાઇન કામગીરી બંધ રાખી હડતાળ કરવાનુ એલાન કરાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૬થી વીસીઈ તરીકે કામ કરતા કર્મીઓનું સરકારમાં શોષણ થઇ રહ્યું હોવાનો આરોપ મંડળ દ્વારા લગાવ્યો છે. રાજયના તમામ વીસીઇ કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ પગારધોરણ લાગુ કરી રક્ષણ આપવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત તમામ દભય કર્મીઓના પડતર પ્રશ્નોનું પણ નિરાકરણ ઝડપથી લાવવામાં આવે તેવી પ્રબળ માંગણી સરકાર સમક્ષ કરી હોવા છતાં સરકારે કોઈ ર્નિણય લીધો નથી.જેના કારણે હવે આવતીકાલે મગફળી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી અળગા રહી વિરોધ વ્યક્ત કરશે. ઉપરાંત આગામી ૫ ઓક્ટોબરના રોજ તમામ દભય કર્મીઓ કાળીપટ્ટી ધારણ કરીને કામગીરીમાં જાેડાશે. જયારે ૧૩ ઓક્ટોબરના રોજ વીસીઇ કર્મીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થઈ પોતાની માંગણી સરકાર સમક્ષ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આજે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળે આ મુદ્દે તાજેતરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજુઆત પણ કરી હતી. જાેકે આજદિન સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ નહીં અપનાવતા તમામ વીસીઈ કર્મચારીઓ એ લડત ના મંડાણ કર્યા છે.
Loading ...