વલસાડ, ખેરગામ તાલુકા પંચાયત ની રહેમ નજરે ખેરગામ વિસ્તાર માં ગેરકાયદે બાંધકામો નો રાફડો ઉભો થયો છે. બિલ્ડરો રહેણાકની પરમિશન લઈ માર્જિન ની જગ્યા પર દબાણ કરી દુકાનો નો બાંધકામ કરી કાયદા નો સરેઆમ ધજાગરા કરી રહ્યા છે. ફરિયાદ ન હોય તો અધીકારીઓ ગેરકાયદે બાંધકામો ને પણ કાયદેસર ગણી કાયદા નો ફિયાસકો કરતા હોય છે પરંતુ અહીં તો ફરિયાદ થયા બાદ પણ કોઈ કાયદેસર પગલાં ન ભરાતા ખેરગામ તાલુકા પંચાયત ના અધિકારી પદાધિકારીઓ ની કામગીરી પર લોકો ભ્રષ્ટાચાર નો આક્ષેપ લગાડી રહ્યા છે. બિલ્ડરે રોડ ની માર્જિન ની જગ્યા પર કબજો કરી પોતાનો બંગલા સાહિત નીચે ૨૮ અને ઉપર ૨૧ જેટલી દુકાનો ઉભી કરી સરકાર ને ચૂનો ચોપડી દીધો છે. ડબલ માળ ની અનેક દુકાનો તાણી બાંધી પરંતુ એક શૌચાલય નું નિર્માણ માં કરકસર કર્યું છે. નવસારી તંત્ર ના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર ના છાંટા ઉડે તે પહેલાં અહીં કાયદેસર પગલાં ભરવા જરૂરી જણાય રહ્યું છે.