બાયડ : ગણેશ ચતૂર્થીના દિવસે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે.જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સાલે નોંધાયેલા સરકારી આંકડા પ્રમાણે આજ સવાર સુધી સીઝનનો કુલ વરસાદ લગભગ ૫૫૦ મિલી એટલેકે બાવીસ ઇંચ વરસાદ પડયો છે. આ દરમ્યાન સતત વરસતા વરસાદ વચ્ચે સિદ્ધિ વિનાયક દેવ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના દર વર્ષ કરતા એકદમ સાદગીથી તેમજ સોશિયલ ડિસ્ટન્સીન્ગ તેમજ માસ્ક પહેરી સવારે શુભ મૂહર્તમાં બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા પરબડી ચોકમાં પૂજન વિધિ તથા આરતી સાથે કરવામાં આવ્યું હતું. જેમાં બાયડ ગામના શિક્ષક દંપતી પટેલ મિતેષકુમાર તેમજ તેમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખુબજ ઓછી સંખ્યામાં ગણેશ મંડળના સભ્યો તેમજ એક ગોર મહારાજની હાજરીમા બિલકુલ સાદગીથી કરવામાં આવ્યું હતું. બાયડ ગામ ગણેશ મંડળના પ્રમુખ જીગરભાઈના જણાવ્યા અનુસાર સરકારની ગાઇડલાઇન મુજબ દરરોજ સવારે અને સાંજે આરતી અને પૂજન કરી દર્શન કરવા માગતા ભાવિક ભક્તો થોડા થોડા અંતરે ઊભા રહી દર્શનનો લ્હાવો લેવા વિનંતી કરવામાં આવી છે.