ઉંઘ પર ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે અને આપણને નાનપણથી શીખવાડવામાં આવ્યુ છે કે ઉંઘ પૂરતી હશે તો શરીર વ્યવસ્થિત ચાલશે. અલ્ઝાઇમરનો રોગ પણ ઉંઘ સાથે જોડાયેલો છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ પડતી ઉંઘ યાદશક્તિ પર ઉંડી અસર કરે છે.

વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યુ છે કે રોજ 8 કલાકની ઉંઘ લેવાથી તમારુ શરીર સ્વસ્થ રહે છે. જ્યારે લોકો 8 કલાકથી વધારેની ઉંઘ લે છે ત્યારે તેમના ભાષા કૌશલ્ય અને યાદશક્તિ પર ઉંડી અસર જોવા મળે છે. માણસે 8 કલાકથી વધારે ઉંઘ ન લેવી જોઇએ કારણ કે તે સ્વાસ્થ માટે હાનિકારક છે.   

સંશોધનકર્તાઓએ જણાવ્યુ કે જો તમારુ મગજ વધારે પડતો આરામ કરે છે તો તે હાનિકારક છે. જેમ કોમામાં ગયેલા વ્યક્તિને જ્યારે ભાન આવે છે ત્યારે તેને બધી વસ્તુયાદનથી હોતી, કારણકે તે નિંદ્રામાંથી જાગે છે. લોહીનુ પરિભ્રમણ પ્રભાવિત થવાથી આ વસ્તુ શક્ય બને છે.  ઓફ મિયામી ન્યુરોલોજીસ્ટ અને સ્લીપ નિષ્ણાત ડોક્ટર રામોસે કહ્યું કે નિંદ્રા અને વધુ પડતીઉંઘ એ વ્યક્તિના ન્યુરોલોજીકલ રોગ સાથે સીધી રીતે સંબંધિત છે, જે અલ્ઝાઇમર અને હતાશા માટે જવાબદાર છે.