રાજકોટ-

રાજકોટ સહિત રાજ્યભરની છ મહાનગર પાલિકા માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના મહિલા કાર્યકર્તા અને તેના પતિ વિરૂદ્ધ બે જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ કૉંગ્રેસની મહિલા કાર્યકર્તા ચાંદની પિયુષ લિંબાસિયા અને તેમના પતિ પિયૂશ પ્રેમજી લિંબાસિયાના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી બ્રાન્ડનો રૂ.50,700 નો મોંઘોદાટ દારૂ ઝડપી પાડ્યો છે. જે બાબતની ખરાઇ કરવા માટે રાજકોટ શહેરના નારાયણનગર પેડક રોડ ખાતે આવેલ મહિલાના શક્તિ કોર્પોરેશન નામના મકાનમાંથી ભારતીય બનાવટનો તથા વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા બોટલો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પતિ પત્ની વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એક્ટ તેમજ દારૂ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.ત્યારે પતિ-પત્ની આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે.તેમજ નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવશે.રિમાન્ડ દરમિયાન આરોપીઓ આ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં કેટલા સમયથી જોડાયેલા હતા. તેમજ તેમના આ ગુનાહિત કૃત્યોમાં બીજા કોણ કોણ સામેલ છે તે પ્રકારની તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે તેવું કુવાડવા પોલીસ મથકમાંથી જાણવા મળી રહ્યું છે.