અત્યંત શક્તિશાળી હથિયાર ૩૫૯ રડાર વગર જ ડ્રૉનને ધ્વસ્ત કરવાની ક્ષમતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, માર્ચ 2026  |   1980


ઈરાને સંરક્ષણ ક્ષેત્રે એક મોટું ડગલું ભરતા પોતાનું નવું અને અત્યંત શક્તિશાળી હથિયાર ૩૫૯ રજૂ કર્યું છે. આ એક લોયટરિંગ સરફેસ-ટુ-એર મિસાઇલ છે, જે અગાઉની ૩૫૮ મિસાઇલનું વધુ આધુનિક અને મોટું વર્ઝન માનવામાં આવે છે. આ મિસાઇલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ રડારની મદદ વગર દુશ્મનના ડ્રોનને શોધીને તેને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જૂની ૩૫૮ મિસાઇલે અમેરિકાના અત્યાધુનિક સ્ઊ-૯ રીપર અને ઈઝરાયલના હર્મિસ ૯૦૦ જેવા ડ્રોનને તોડી પાડીને દુનિયાને ચોંકાવી દીધી હતી, ત્યારે હવે ૩૫૯ના આગમનથી મધ્ય પૂર્વમાં અમેરિકન પ્રમુખ અને તેમની સેના માટે ચિંતા વધી ગઈ છે.

આ મિસાઇલ એક જેટ-પાવર્ડ ઇન્ટરસેપ્ટર છે જેને સામાન્ય ટ્રક પરથી પણ લોન્ચ કરી શકાય છે.એકવાર હવામાં છોડ્યા પછી તે કોઈ ચોક્કસ વિસ્તારમાં સતત ફરતી રહે છે અને પોતે જ લક્ષ્યની શોધ કરે છે. તે કોઈ રડાર સિગ્નલ છોડતી નથી, જેના કારણે ડ્રોન ઓપરેટરને હુમલાની કોઈ પણ ઍલર્ટ મળતી નથી અને અચાનક ડ્રોનનો વીડિયો ફીડ બંધ થઈ જાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution