પાટણ,તા.૬
વરીયાળીમાંથી જીરૂ બનાવી વેપારીઓ અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હારીજ નજીકથી પોલીસે ડુપ્લીકેટ જીરાની ૭૮૦ બોરી ભરેલી ટ્રક પકડી તેના આધારે પાટણ તાલુકાના દિયોદરડા ગામની સીમમાં કૃણાલ ટોબેકો કંપની નામના ગોડાઉનમાં રેડ કરી ગોડાઉનમાંથી ભેળસેળ કરવા માટેની વિવિધ ચીજવસ્તુઓ અને જથ્થો જપ્ત કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં પોલીસે ટ્રક સહિત કુલ રૂ. ૫૮.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન સીલ કરી દીધું છે. ટ્રકના ડ્રાઈવર કંડકટરની પોલીસે પૂછપરછ કરતા આ ટ્રક પાટણના દિયોદરડા સીમમાંથી ભરી મુન્દ્રા ખાતે લઈ જવાતી હોવાનું જણાવ્યું હતું
ભેળસેળ કરેલા જીરાની બોરીઓ ભરેલી ટ્રક પસાર થવાની છે તેવી બાતમી આધારે શુક્રવાર સાંજે હારીજ નજીકથી પોલીસે રૂ ૨૬.૮૨ લાખના ડુપ્લીકેટ જીરાની ૭૮૦ બોરી ભરેલી ટ્રકને પકડી પાડી હતી. ટ્રકના ડ્રાઈવર કંડકટરની પોલીસે પૂછપરછ કરતા આ ટ્રક પાટણના દિયોદરડા સીમમાંથી ભરી મુન્દ્રા ખાતે લઈ જવાતી હોવાનું જણાવ્યું હતું તેના આધારે હારીજ અને બાલીસણા પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફએસએલના અધિકારીઓ સાથે રાખી દિયોદરડાની સીમમાં કૃણાલ ટોબેકો કંપની નામના ગોડાઉનમાં રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ઊંઝા ખાતે કૃષ્ણપરામાં રહેતા વિરેન્દ્રકુમાર પરશોત્તમભાઈ પટેલે કમલીવાડાના કનુભાઈ મણિલાલ પટેલ પાસેથી ગોડાઉન ભાડેથી રાખ્યું હતું.વરિયાળીમાં કથ્થઈ કલરનું પ્રવાહી અને સફેદ પાવડર ભેળસેળ કરી મશીન દ્વારા પોલીસ માર્યા બાદ તે વરિયાળીનું બજારમાં વેચાણ કરી દેવામાં આવતું હતું.
Loading ...