લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
1881
દાણીલીમડામાં પાડોશીનું પાલતુ શ્વાન એક વૃદ્ધા પર ભસવા લાગ્યું અને તેમને કરડવા દોડ્યું હતું. વૃદ્ધાએ શ્વાનના માલિકને તેને ઘરમાં બાંધી રાખવા માટે સૂચના આપતા તકરાર થઇ હતી. ત્યારબાદ શ્વાન માલિક પડોશી મહિલાએ પોતાની બહેન અને બનેવી સાથે મળીને વૃદ્ધા, તેમની પુત્રી અને પુત્ર સાથે મારપીટ કરી હતી. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.દાણીલીમડામાં ૨૦ વર્ષીય યુવતી આફરીન પઠાણ પરિવાર સાથે રહે છે. ગત ૨ એપ્રિલે સાંજે તે માતા ફિરોજાબાનુ સાથે ઘરે હતી અને તેનો ભાઈ તોફિક ઘરમાં વિશ્રામ કરી રહ્યો હતો. તે સમયે પડોશમાં રહેતી ફિઝાએ તેના ઘર પાસે બાંધેલું પાલતુ શ્વાન ફિરોજાબાનુને જાેઈને ભસવા લાગ્યું અને તેમને કરડવા માટે દોડ્યું હતું. આથી ફિરોજાબાનુએ ફિઝાને ઘરની બહાર બોલાવીને શ્વાનને વ્યવસ્થિત રીતે બાંધી રાખવા જણાવ્યું હતું. આ સાંભળી ફિઝા ઉશ્કેરાઈ ગઈ હતી અને ફિરોજાબાનુ સાથે અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગી હતી. અવાજ સાંભળીને આફરીન અને તોફિક બહાર આવ્યા હતા. તે દરમિયાન ફિઝાની બહેન રીજ્જાે અને તેનો પતિ ઇલુ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બાદમાં ત્રણેય વ્યક્તિઓએ એકસંપ થઈને ઝઘડો કર્યાે હતો. ઇલુએ તોફિક પર લાકડાના ધોકા વડે હુમલો કર્યાે હતો. તેને બચાવવા માટે જ્યારે આફરીન અને ફિરોજાબાનુ વચ્ચે પડ્યા, ત્યારે ત્રણેય શખ્સોએ તેમને પણ માર માર્યાે હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.