મુંબઇ 

બિગ બોસ 13 પછી ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં અનેક લોકો તેની સુંદરતાના કાયલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ રશ્મિ ખૂબ જ એક્ટિવ છે અને સમાચારોમાં પણ તે તેની નીતનવી તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ નવરાત્રી અને દુર્ગા પૂજા જેવા તહેવારોની સમય ચાલી રહ્યો છે. ત્યારે અનેક સેલેબ્રિટી ફેસ્ટિવલ લૂક પણ શેર કરી રહ્યા છે. તેવામાં નવરાત્રી અને દુર્ગાપૂજાને લઇને રશ્મિએ બોંગ અવતારમાં ફોટો પડાવ્યા હતા. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. લાલ બંગડી, સિંદૂર અને ડાર્ક લાલ લિપસ્ટિકવાળી સાથે લાલ રંગની સાડીમાં રશ્મિ દેસાઇની આ તસવીરો લોકોને તેના દિવાના બનાવી રહી છે. વળી તેણે તેના નાકમાં મોટી નથણી પણ પહેરી છે. કેટલીક તસવીરોમાં તેણે હાથમાં ધૂનચી કે ધૂપદાની પકડેલી છે. રશ્મિની આ તસવીરો સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઈ રહી છે. રશ્મિના ચાહકોને તેની આ તસવીરો ખૂબ ગમી રહી છે. રશ્મિ દેસાઇનો આ બંગાળી દુર્ગા પૂજાવાળો લૂક લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. બીગ બોસ પછી રશ્મિના સોશિયલ મીડિયામાં ફેન ફોલોઇંગ પણ વધ્યું છે.