અપરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થાય છે

આ વખતે અપરા એકાદશી 5 અને 6 જૂનના રોજ રહેશે. પરંતુ વિદ્વાનો પ્રમાણે વ્રત અને પૂજા 6 જૂનના રોજ જ કરવી જોઈએ. મહાભારત, નારદ અને ભવિષ્યપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અપરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થાય છે. સાથે જ, મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

આ વખતે વૈશાખ મહિનાના વદ પક્ષની અપરા એકાદશી તિથિ 5 જૂન, શનિવારે સૂર્યોદય પહેલા જ એટલે સવારે લગભગ 4 વાગે જ શરૂ થઈ જશે. પછી બીજા દિવસે એટલે 6 જૂન, રવિવારે સૂર્યોદય પછી લગભગ સાડા 6 વાગ્યા સુધી રહેશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે જ્યારે એકાદશી તિથિ બે દિવસ સુધી સૂર્યોદય સમયે રહે તો બીજા દિવસે આ વ્રત-પૂજા અને સ્નાન-દાન કરવું જોઈએ. મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પાંડવોએ અપરા એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણના મુખ દ્વારા સાંભળ્યો હતો. શ્રીકૃષ્ણના માર્ગદર્શનમા આ વ્રતને કરીને મહાભારત યુદ્ધમા વિજય પ્રાપ્ત કરવામાં આવ્યું નહોતું. આ એકાદશી વ્રત કરવાથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે. આ તિથિએ ભગવાન ત્રિવિકમ એટલે વામન દેવતાની પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે. આ દિવસે નિયમ અને વિધિ દ્વારા ભગવાનની સ્તૃતિ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના સંકટોમાથી પણ મુક્તિ મળે છે. આ વ્રતના પ્રભાવથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સાથે જ આરોગ્ય પણ મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution