ગોંડલ-

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે અકસ્માતમાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંનેના મૃતદેહનો કબ્જાે લઈને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કારમાં પિતા અને પુત્ર સવાર હતા. તેમની કારને અજાણ્યા વાહને ઠોકર મારી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જેમાં બંનેના મોત નીપજ્યાં છે. મૃતકો ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના હોવાનું સામે આવ્યું છે.

મૃતકની ઓળખ ૨૮ વર્ષીય કશ્યપ રાજભાઈ ઠાકર અને ૫૫ વર્ષીય રાજભાઈ કાંતિભાઈ ઠાકર તરીકે થઈ છે. પ્રથમ નોરતે જ પિતા-પુત્રના મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. આજે નવરાત્રિનું પ્રથમ નોરતું છે ત્યારે જે કારનું એક્સિડન્ટ થયું છે, તે કારમાંથી ફુલ હાર સહિતની પૂજાની સામગ્રી મળી આવી હતી જે પરથી સ્પષ્ટ થતું હતું કે મૃતકો કોઈ દેવસ્થાને પૂજન વિધિ કરવા માટે જતા હતા.