અટલાદરા સર્વોદયનગરમાં માધવનગર જેવી જ દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ
14, ઓગ્સ્ટ 2020

વડોદરા, તા.૧૩  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાંચ વર્ષ અગાઉ અટલાદરા ખાતે બનાવવામાં આવેલ આવાસો બાળમરણના ઉંબરે ઉભા છે. એટલા અત્યંત ટૂંકા ગાળામાં મકાનો પડું પડું થાય એવી સ્થિતિમાં મુકાઈ જતા અટલાદરા સર્વોદયનગરમાં માધવનગર જેવી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરાઈ છે.અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના ઉપક્રમે આ બાબતે પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેમાં ગરીબ લોકોને ફાળવવામાં આવેલ મકાનો જર્જરિત હાલતમાં મુકાઈ ગયા છે.ત્યારે કોઈ દુર્ઘટના ઘટે નહિ કે કોઈ જાનહાની થાય નહિ એને માટે વહેલામાં વહેલી તકે લાભાર્થીઓને સ્થળાંતરિત કરીને નવા મકાનો આપવાની માગ કરી છે.

આ આવેદનપત્રમાં વિજય જાદવે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વાટી જણાવ્યું છે કે,વર્ષ ૨૦૧૫માં અટલાદરા ખાતે આવેલ જેએનએનયુઆર,એમબીએસયુપી ફેઝ-૩ પેકેજ હેઠળ શિવાજીપુરીના લાભાર્થીઓને મકાનો આપવામાં આવ્યા હતા.આ મકાનોની ફાળવણીને હજુ સુધી માત્ર પાંચ વર્ષનો નજીવો સમયગાળો થયો છે.ત્યાં જ લાભાર્થીઓને ફાળવવામાં આવેલ મકાનો જર્જરિત હાલતમાં મુકાઈ ટગયેલ છે.જેને લઈને લાભાર્થીઓના મકાનોમાં પાણી ઉતરે છે.જેને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે અને જાનહાની સર્જાય એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું છે કે, ઓગસ્ટ ૨૦૧૩માં માધવનગરના મકાનો જે રીતે ધરાશાયીથતા ૧૧ ના મોટ નિપજ્યા હતા.એજ પ્રમાણેની હોનારત શિવાજીપુરા સર્વોદય નગરમાં ન થાય એને ધ્યાનમાં રાખીને તત્કાળ લાભાર્થીઓને સ્થળાંતરિત કરી નવા આવાસો બનાવી આપવાની માગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution