આખરે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયો ધારણ કરી લીધો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026  |   1683

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ધમાલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી હતી. રાજુ કરપડા સાથે તેમના ૫૦ થી વધુ સમર્થકોએ પણ આમ આદમી સાથે છેડો ફાડ્યો હતો. તેના બાદ તેમના કોંગ્રેસમાં જાેડવાની વાત વહેતી થઈ હતી. મારા મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે,

અમે કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો : પ્રવીણ રામ

રાજુ કરપડા ભાજપમાં જાેડાયા મુદ્દે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મારા પરમ મિત્ર ભાજપમાં જાેડાઈ રહ્યા છે, એટલે કે કેસરીયો ધારણ કરી રહ્યા છે. અમે તો ડે વનથી આ વાત કહી રહ્યા છીએ કે જેલમાં જ આ ખેડૂત આંદોલનનો સોદો થઈ ગયો હતો અને ખેડૂતો સાથે વિશ્વાસઘાતની શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ હતી. છતાં પણ મારા પરમ મિત્ર અનેક વખત અલગ અલગ આક્ષેપો કરતા રહ્યા, પરંતુ આજે જ્યારે તેઓ કેસરીયો ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે. ગુજરાતના ખેડૂતોને પણ આજે આ વાતની પ્રતીતિ થશે કે આમ આદમી પાર્ટી પર થયેલા આક્ષેપો ખોટા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution