ગાંધીનગર-

રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું.

વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલાં  પંક્તિ વાંચતા તેમણે કહ્યું હતું કે, ‘અડીખમ છે મક્કમ અમે પ્રજાનો છે સાથે અને ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાના અમે આત્મનિર્ભર બનાવવા ભારત નો સંકલ્પ છે સૌનો સાથ સૌનો વિકાસ સાથે આગળ વધી જવાના અમે...’ ગુજરાતની જનતાએ ચૂંટણીમાં જે સહયોગ આપ્યો હતો તે બદલ ગુજરાતની જનતાને આ પંક્તિઓ તેમણે અર્પણ કરી હતી. ઋષિમુનીઓએ જે સંસ્કાર આપ્યા છે તે સૂત્રોને સાકાર કરીને ભાજપના નેતૃત્વવાળી આ સરકાર બજેટ રજૂ કરી રહી છે. આપણો દેશ કોરોનાની લડાઈ લડી રહ્યું છે. અમારી સરકારે અવિરતપણે જે કામ કર્યું છે તે અકલ્પનીય છે. તમામની સારામાં સારી સેવા આપવા અમારી સરકારે, અમારા આરોગ્ય વિભાગ, કર્મચારીઓના સહયોગથી સારુ કામ થયું છે એમ તેમણે કહ્યું હતું.