વડોદરા-

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પણ શરૂ થઇ ગઇ છે. વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ હતી અને ત્યાર બાદ EVMથી મતગણતરી શરૂ થઈ છે. શરૂઆતી રૂજાન પર નજર કરીએ તો હાલ ભાજપ 18 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ 04 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

વાત કરીએ તમામ વોર્ડની તો પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3, 6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. પોલિટેકનિક કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે LED સ્ક્રીન મૂકવામાં આવી છે. જોકે વડોદરા વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૧૩ માં કોંગ્રેસે પોતાનું ખોલ્યું છે.

મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ સમયે એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.