અહેવાલ મુજબ સલમાન ખાન સુશાંત સાથે મળીને એક ફિલ્મ બનાવનારો હતો પરંતુ કોઈ વિવાદને કારણે આ પ્રોજેક્ટ બંધ કરી દેવાયો હતો. આ જ મામલે રેશમા શેટ્ટીની તપાસ કરવામાં આવી હતી. આથી જ એમ કહેવાતું હતું કે હવે સલમાનની પણ તપાસ થશે પરંતુ ડીસીપીએ આ બાબતને બકવાસ ગણાવી હતી.
તેમણે આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુશાંતના મામલે ફેન્સ અત્યારે સલમાન ખાન અને કરણ જોહર જેવા લોકો સામે ગુસ્સે ભરાયેલા છે. તેઓ સોશિયલ મીડિયા પર બંનેની આકરી ટીકા કરી રહ્યા છે.બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાના કેસમાં મુંબઈ પોલીસ અત્યંત ગંભીરતાથી તપાસ ચલાવી રહી છે. થોડા દિવસ અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે આ કેસમાં સલમાન ખાનની મેનેજર રેશમા શેટ્ટીની પૂછપરછ કર્યા બાદ પોલીસ સલમાનની પણ પૂછપરછ કરશે.
જોકે પોલીસે હવે સત્તાવાર રીતે આ સમાચારને ફગાવી દીધા છે. પોલીસે આમ કરવાનો ઇનકાર કરી દીધો છે.પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 35 લોકોની પૂછપરછ કરી છે. છેલ્લા એક મહિનામાં સુશાંતના પરિવારજનોથી લઈને સંજના સાંધી, મુકેશ છાબરા, રિયા ચક્રવર્તી, સંજય લીલા ભણશાળી, યશરાજ જેવાની પોલીસે પૂછપરછ કરી છે.
આ યાદીમાં સલમાન ખાનનું નામ સામે આવ્યું હતું. સલમાન ખાનની મેનેજર રેશમા શેટ્ટીની પૂછપરછ કર્યા બાદ પોલીસ સલમાનની પણ પૂછપરછ કરશે. જોકે પોલીસે હવે સત્તાવાર રીતે આ સમાચારને ફગાવી દીધા છે.પોલીસે આમ કરવાનો ઇનકાર કરી દીધો છે.
Loading ...