યુક્રેનના શહેર ખારકીવમાં નર્સિંગ હોમમાં આગ 15 લોકોની હત્યા: 11લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

દિલ્હી-

યુક્રેનના શહેર ખારકીવમાં  એક નર્સિંગ હોમમાં આગ ભભૂકતા ઓછામાં ઓછા 15 લોકોના મોત નિપજ્યા છે.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ નર્સિંગ હોમના માલિક અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ આ બે માળની બિલ્ડીંગનું આગ લાગવા પાછળના કારણ વિશે જાણવામાં આવી રહ્યું નથી. આગ બપોરના સમયે લાગી હતી ત્યારે બિલ્ડિંગમાં લગભગ 33 લોકો ઉપસ્થિત હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર જેલ્સકીએ આંતરિક મામલાના મંત્રીને આ ઘટના વિશે સંપૂર્ણ રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. યુક્રેનના પ્રોસીક્યુટરે જણાવ્યું છે કે અધિકારીઓએ અપરાધિક તપાસ શરૂ કરી દીધી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution