વોશ્ગિટંન-

યુનાઇટેડ સ્ટેટ્સના નોર્થવેસ્ટ પેસિફિક ક્ષેત્રમાં જંગલોમા આગેલી આગ પવનને લીધે ઝડપથી ફેલાઇ રહી છે, અને ઓરેગોનમાં સેંકડો ઘરો બળીને ખાખ થઇ ગયા છે. ઓરેગોનના ગવર્નર કેટ બ્રાઉને બુધવારે ચેતવણી આપી હતી કે રાજ્યના ઇતિહાસમાં જંગલી અગ્નિથી જાન અને સંપત્તિનું સૌથી મોટું નુકસાન થઈ શકે છે. બીજી તરફ, કેલિફોર્નિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણા દિવસોથી લાગેલી આગને કારણે આકાશનો રંગ નારંગી દેખાઇ રહ્યો છે.

ફાયર કર્મચારીઓને આગને કાબૂમાં લેવામાં ઘણી તકલીફ પડી રહી છે, કારણ કે કલાકના 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના કારણે આગ એક ગંભીર સ્વરૂપ ધારણ કરી છે. ઓરેગોનની પશ્ચિમમાં કેટલાક સમુદાયોને તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓરેગોનના રાજ્યપાલ કેટ બ્રાઉને ચેતવણી આપી હતી કે સોમવારે લાગેલી આગથી ભારે વિનાશ થઈ શકે છે.

બ્રાઉને કહ્યું, 'બધા સજાગ બનો. હવે પછીના કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ બનવાના છે. 'બ્રાઉને કહ્યું હતું કે બુધવારે બપોર સુધી આગને કારણે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ' પોતાના મકાનોને સેંકડો લોકો ગુમાવી દીધા ', જેના કારણે કેટલાક સમુદાયોને નુકસાન થયું. તેમણે કહ્યું કે 5 નગરો ખરાબ રીતે બળી ગયા છે.

ઓરેગોનના રાજ્યપાલે કેટલા મકાનો બળી ગયાં તેવું કહ્યું નહીં, પરંતુ ઇમરજન્સી સેવાઓએ કહ્યું કે 4,70,000 એકર વિસ્તારમાં આગ લાગી હતી. રાજ્યપાલે કહ્યું કે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અગ્નિશામકોએ પણ પીછેહઠ કરવી પડી હતી. આગને જોતા મોટી સંખ્યામાં લોકો ઘર છોડી ગયા છે.