ગાંધીનગર-

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં 'નો રીપીટ' થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. આ પૈકી 10 પ્રધાનોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. આ પૈકી સૌથી પહેલાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર શુકલે શપથ લીધા હતા તેથી કેબિનેટમાં શુકલ નંબર ટુ હશે એ સ્પષ્ટ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં 1995 થી 2000 અને 2006 થી 2010 નિસિપલ કાઉન્સિલર, વડોદરા મહાનગરપાલિકા રહ્યા હતા. 2001 થી 2005 સુધી તેઓ પ્રાથમિક શિક્ષણ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2002માં તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઈસ ચેરમેન રહી ચૂક્યા છે. 2007મા તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. 2003 થી 2006માં તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બર રહી ચુક્યા છે MSUમાં 3 ટર્મ માટે તેઓ સેનેટ મેમ્બર રહી ચૂક્યા છે.