રાજામૌલીની મૂવી 'RRR'નો ફર્સ્ટ લૂક જાહેર, NTR, અજય દેવગણ, આલિયા ભટ્ટ પણ દેખાશે

 મુંબઇ 

બાહુબલીનાં નિર્દેશક એસએસ રાજામૌલીની અપકમિંગ ફિલ્મ આરઆરઆર છે. દર્શક આ ફિલ્મથી બાહુબલી જેવાં મનોરંજનની આશા રાખી રહ્યાં છે તેથી આ ફિલ્મની રિલીઝનો ઇન્તેઝાર થઇ રહ્યો છે. NTR, એસએસ રાજામૌલી અને રામચરણ તેજની ફિલ્મ આરઆરઆરનો એક વિશેષ વીડિયો 22 ઓક્ટોબરનાં રિલીઝ કરવામાં આવ્યો. આ વીડિોયમાં NTRનાં પાત્રનું પરિચય આપવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે પહેલાં આ વીડિયો જાહેર કરવામાં આવ્યો નહતો. પણ હવે જ્યારે આ વીડિયો જાહેર થઇ ગયો છે તો આ ફિલ્મમાં જૂનિયર NTR ભીમનાં રોલમાં નજર આવશે. આરઆરઆરનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેનો પહેલો લૂક રિલીઝ થઇ ગયો છે, જે ખાસ ઇન્ટેન્સ દમદાર નજર આવી રહે છે. ફિલ્મમાં આરઆરઆરમાં જૂનિયર NTRનો ફર્સ્ટ લૂક જોવા માટે તેનાં ફેન્સ ગત પાંચ મહિનાથી આ વીડિયોની રાહ જોઇ રહ્યાં હતાં. ફિલ્મમાં જૂનિયર એનટીરઆર (Jr. NTR), રામ ચરણ અજય દેવગણ આલિયા ભટ્ટ (Alia ઓલિવિયા મોરિસ) અને અન્ય ઘણાં કલાકાર ભૂમિકા અદા કરી રહ્યાં છે . ફિલ્મમાં જૂનિયર NTRની ભૂમિકા અંગે જણાવતો વીડિયો ગુરૂવારે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution