09, જુલાઈ 2025
વડોદરા |
5742 |
5 જેટલા ઈજાગ્રસ્ત : મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ જર્જરીત હોવાનો આક્ષેપ
વડોદરા નજિક મધ્ય ગુતરાતથી સૌરાષ્ટ્રને જોડતા પાદરા-જંબુસર વચ્ચે આવેલો મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડતાં ચાર થી પાંચ વાહનો નદીમાં ખાબક્યાં હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 8 લોકોના રેસ્ક્યૂ કરાયા છે. આ ધટનાની જાણ થતાં મુજપુર સહિત આસપાસના ગ્રામજનોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટ્યાં હતા. જિલ્લા કલેક્ટરે આ અંગે કહ્યું હતુ કે, બ્રિજ તૂટવાની ધટનામાં 9 વ્યક્તિના મોત નિપજ્યાં છે. જ્યારે પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત મહિસાગર નદી પરનો આ પૂલ 45 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો છે. આજે વહેલી સવારે બ્રિજનો એક ભાગ એકા એક તૂટી પડતાં બે ટ્રક એક ટ્રક, એક બોલેરો સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હતા. ધટનાની જાણ થતાં ગ્રામજનો તૂરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. અને મહિસાગર નદીમાં પડેલા વાહનોમાંથી ત્રણ વ્યક્તીઓને બચાવી લીધા હતા. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચતા તેમણે તુરંત બચાવ કામગીરી હાથ ધરી છે.
આ ધટનામાં 9 વ્યક્તિઓના અત્યારસુધી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા ધણાં સમય થી આ બ્રિજ જર્જરીત હોવાની જાણ મુજપુરના ગ્રામજનોએ કરી હતી. બનાવની જાણ થતાં તુરંત પાદરાના મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં હતા. જ્યારે પાદરા પોલીસનો સ્ટાફ પણ તુરંત દોડી ગયો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા. બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્ર!ફીક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી.
આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.