દિલ્હી-

કેરળના ચૂંટણી ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ બે મુસ્લિમ મહિલાઓને પાર્ટી તરફથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યાં છે. પાર્ટીએ મલ્લપુરમ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં આ મહિલાઓને ટિકિટ આપી છે.

ભાજપના આ પગલાને રણનીતિ દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઈન્ડિયન મુસ્લિમ લીગના ગઢ અને મુસ્લિમ બહુમતી ધરાવતા મલપ્પુરમ જિલ્લામાં ભાજપ દ્વારા અચાનક મુસ્લિમ ઉમેદવારોને ઉભા કરવાથી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકાયા છે. જાે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તરફથી અનેક મુસ્લિમ પુરુષ ઉમેદવારો પણ ઉભા જ છે, પરંતુ આ સમાજની માત્ર બે મહિલાઓ મલપ્પુરમથી ચૂંટણી લડી રહી છે.

વંડૂરમાં રહેતી ટીપી સુલ્ફાત વંડૂર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૬થી ચૂંટણી મેદાનમાં છે. ચેમ્મડમાં રહેતી આઈસા હુસૈન પોનમુડામ ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 9થી ઉમેદવાર છે. બન્ને જણાએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માટેના પોતાના કારણે જણાવ્યા છે. સુલ્ફાત કેન્દ્રની ભાજપ સરકારની વિકાસશીલ નીતિઓથી પ્રભાવિત છે.