લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, માર્ચ 2026 |
1980
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને ૧૩ વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણા (ઉં. ૩૧)ને પેસિવ યુથેનેશિયા(ઇચ્છા મૃત્યુ)ની મંજૂરી આપી છે. હરીશ રાણા ૧૩ વર્ષ પહેલા ચંદીગઢની એક હોસ્ટેલમાં ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટમાં જતો રહ્યો હતો. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જાેઈને તેના ઇચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. અરજી અંગે જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની છૈંૈંસ્જી હૉસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મગાવ્યો હતો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી દીધી. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઇફ સપોર્ટ હટાવી લેવાય છે, જેથી તેનું કુદરતી રીતે
મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, ‘આવા ર્નિણય મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુ:ખદ છે.’ પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ મગજની એવી ગંભીર સ્થિતિ છે, જેમાં વ્યક્તિ જાગૃત હોવા છતાં તેને આસપાસના વાતાવરણનું ભાન હોતું નથી. આ સ્થિતિમાં દર્દીની આંખો ખુલ્લી હોય છે અને તે ક્યારેક ઊંઘે કે જાગે તેવું પણ લાગે છે, પરંતુ તેમનું મગજ કોઈ વિચાર કરી શકતું નથી કે કોઈ સૂચનાનું પાલન કરી શકતું નથી. તે હલનચલન કરી શકતા નથી કે બોલી શકતા નથી.