દિલ્હી-

પુરીમાં સતત બીજા દિવસે શ્રદ્ધાળુઓની હાજરી વગર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ સાથે જ જિલ્લા પ્રશાસને રવિવારે રાતે આઠ વાગ્યાથી બે દિવસનો કરફ્યૂ લગાવી દીધો છે. પવિત્ર રથોને આજે બપોરે રવાના કરાશે.

પ્રશાસને શ્રી જગન્નાથ મંદિરથી શ્રી ગુંડિચા મંદિર વચ્ચે 3 કિમી લાંબા ગ્રાન્ડ રોડ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. જ્યાં મેડિકલ ઈમરજન્સી સિવાય અન્ય તમામ ગતિવિધિઓ પર રોક રહેશે. કોવિડ મહામારીની હાલની સ્થિતિ જોતા આ વાર્ષિક ધાર્મિક આયોજનના સહજ સંચાલન માટે ઓછામાં ઓછી 65 ટુકડીઓ તૈનાત કરાઈ છે જેમાં પ્રત્યેક ટુકડીમાં 30 જવાન સામેલ છે. જો કે ગત વર્ષની જેમ જ આ વરષે પણ કોરોના ગાઈડલાઈન્સના કારણે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહીં. ભગવાન જગન્નાથની આ રથયાત્રાનું આયોજન ઓડિશાના પુરીમાં દર વર્ષે વિશાળ પાયે આયોજન થતું હોય છે. હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આ રથયાત્રાનો આજે આરંભ થશે. અને તેનું સમાપન 20 જુલાઈ મંગળવારના રોજ દેવપોઢી એકાદશીના દિવસે પૂરેપૂરી વિધિ વિધાનથી કરવામાં આવશે. જો કે આ દરમિયાન ભગવાનની યાત્રા માટે રથ બનાવવાના કાર્યનો આરંભ અક્ષય તૃતિયા એટલે કે 15મી મેથી ચાલી રહ્યું છે. ભગવાન જગન્નાથની આ યાત્રા લગભગ 10 દિવસ સુધી ચાલે છે. જેમાં પ્રથમ દિવસે ભગવાન જગન્નાથને ગુંડિચા માતાના મંદિરે લઈ જવાય છે.