વડોદરા, તા.૨૬

સૌથી લાંબા ૩.પ કિ.મી.ના ફલાય ઓવરબ્રિજમાં આગામી બે-ત્રણ દિવસ બાદ ટ્રાફિક વ્યવસ્થા માટે ખરેખર શું જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને ફેરફાર કરાશે. બ્રિજ ર સાઈનેજીસ બાબતે સૂચનો મળ્યાં છે તે મુજબ તેમાં વધારો કરાશે તેમ મેયરે જણાવ્યું હતું. જાે કે, ટ્રાફિક કંટ્રોલ માટે મુકાયેલા ઈક્વિપમેન્ટમાં કેટલાક પ્રથમ દિવસે જ તૂટી ગયા હતા.

વડોદરા શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ૩.પ કિ.મી.ના સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ બાદ ગણતરીના કલાકોમાં જ ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. જાે કે, મેયર કેયુર રોકડિયાએ લોકસત્તા-જનસત્તા સાથેની વાતચીતમાં આ અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવાર અને ક્રિસમસની રજા હતી અને નગરજનો નવા બ્રિજને જાેવા માગતા હતા, જેથી અનેક લોકો બ્રિજ પર ગયા હતા.

જાે કે, સાઈનેજીસ બાબતે કેટલાક સૂચનો આવ્યાં છે જ્યાં એન્ટ્રી નથી ત્યાંનો એન્ટ્રી વગેરેના સાઈનેજીસ વધારાના મૂકાશે. આગામી બે-ત્રણ દિવસ બાદ ટ્રાફિકના સંકલન માટે ખરેખર જરૂરિયાત શું છે, ટ્રાફિકમાં શું તકલીફ પડી રહી છે તે મુજબ કેટલાક ફેરફારો કરાશે. બ્રિજની જે પાંચ વર્ષ પૂૂર્વે ડિઝાઈન બનાવાઈ હતી તે સર્વે બાદ બનાવાઈ છે. બ્રિજમાં સાત જંકશનો છે. દરેક પર એન્ટ્રી, એક્ઝિટ શક્ય નથી તેમ પણ તેમણે કહ્યું હતું. આ સમગ્ર બાબતે ઈવોલ્યુશન કરી જરૂરિયાત છે ત્યાં ફેરફાર કરાશે. જાે કે, હજી બ્રિજની કેટલીક કામગીરી બાકી છે તે ચાલી રહી છે.