પાટણ, ગુજરાત યુનિર્સિટીના પૂર્વ કુલપતિ ડો.આદેશપાલ સામે કાર્યવાહી કરવા મામલે કારોબારીની ખાસ બેઠક મળી હતી. ડો.આદેશપાલ સામે લોકાયુક્તે કાર્યવાહીના આદેશ કર્યા છે. ઉત્તર ગુજરાત યુનિ. ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં તા. ૧-૧૧-૨૦૨૧થી ડૉ.આદેશપાલને ફરજિયાત નિવૃત કરવાનો સર્વાનુમતે ર્નિણય કરવામાં આવ્યો છે. ડો.આદેશપાલને સજાના ભાગરૂપે કારોબારીએ ર્નિણય લીધો હતો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.આદેશપાલ દ્વારા ગુજરાત યુનિમાં ભૂતપૂર્વ કુલપતિ સમય ગાળા દરમિયાન નિયમ વિરુદ્ધ નાણાકીય વ્યવહારો કરી એક કરોડથી વધુ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા શિક્ષણ વિભાગે લોકાયુક્તમાં તપાસ આપતા લોકાયુક્ત દ્વારા તપાસના અંતે તેમને દોષિત ઠેરવ્યાં હતા. આ બાબતે કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને આદેશ કરવામાં આવતા આદેશ અનુસંધાને શનિવારે ઇસી બેઠકમાં પ્રોફેસરને સ્વૈચ્છિક કાયમી નિવૃત્તિ માટે આદેશ કરવાનો ઠરાવ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતા યુનિવર્સિટીમાં ખળભળાટ મચ્યો હતો. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર ડૉ.આદેશપાલે ૨૦૧૧ માં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લાઈબ્રેરી સહિતના વિવિધ કામોમાં ચુકવણું નિયમ મુજબ ના કરી રૂપિયા ૧.૭૦ કરોડના નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠયા હતા. આ બાબતે શિક્ષણ વિભાગે જ લોકાયુક્તમાં ફરિયાદ કરતા તપાસના અંતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.લોકાયુક્તના એહવાલ અનુસંધાને રાજ્ય શિક્ષણ વિભાગના નાયબ સચિવ મૌલિક શાહ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને ૧૪ ઓક્ટોમ્બરના રોજ પત્ર લખી લોકાયુક્તના અહેવાલ અનુસાર ડૉ.આદેશપાલ હાલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હોય કુલપતિ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને શનિવારે કુલપતિ જે. જે. વોરાની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં સરકારની સૂચના મુજબ શિક્ષાત્મક પગલાં લેવાના ભાગ રૂપે તમામ સભ્યોના સર્વેનું મતે પ્રોફેસરને કાયમી ૧ ,૧૧ ,૨૦૨૧ થી જ ફરજીયાત નિવૃત્તિ લઈ લેવા માટે હુકમ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ઇસી સભ્ય શૈલેષ પટેલ , સ્નેહલ પટેલ,દિલીપ ચૌધરી, સહિતના સભ્યો હાજર રહ્યા હતા. પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ઉદેશીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે, સરકારે પૂર્વ કુલપતિ ડૉ. આદેશપાલને લોકાયુકતમાં દોષિત જાહેર થ્આવકાર દાયક છે,