હૈદરાબાદ-

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ માર્ગ અકસ્માતથી સહેજ માટે બચી ગયા હતા. વિજયવાડાથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના કાફલાની કાર અકસ્માતનો શિકાર બની હતી. વાહનનો અકસ્માત ચોતુપાલ મંડળની નજીકનો છે. ગાયને બચાવવાના પ્રયાસમાં ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવી હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

ચંદ્રબાબુ નાયડુ કાફલામાં બીજા બુલેટપ્રૂફ વાહનમાં હતા અને તેમને કોઈ ઈજા પહોંચી ન હતી.એસ્કોર્ટ વાહનની અંદર રહેલા સુરક્ષા જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અચાનક બ્રેકિંગને કારણે કાફલામાં આવેલી એસ્કોર્ટ ગાડી ચંદ્રબાબુની કાર સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં બે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. એસ્કોર્ટ કારમાં સિક્યુરિટી સ્ટાફ અને કાફલાની બીજી કાર હૈદરાબાદ જવા રવાના થઈ છે. ચંદ્રબાબુ નાયડુ અમરાવતી સ્થિત તેમના ઘરેથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ 50 દિવસથી વધુ સમયના અંત પછી ગયા સોમવારે અમરાવતી આવ્યા હતા.