વડોદરા, તા.૨૮

માંજલપુરના સાંઈચોકડી પાસે જીત ટેનામેન્ટમાં રહેતા જયંતિભાઈ ચંદ્રકાંત પાઠક ગઈ કાલે રાત્રે તેમની સીઆઝ કારમાં ઘરે જતા હતા તે સમયે દરબાર ચોકડીથી સનસિટી સર્કલ તરફ જવાના રોડ પર રોંગસાઈડમાં પુરઝડપે આવેલી જીજે-૦૧-કેઝેડ-૩૦૬૪ નંબરની બ્રેઝા કારના ચાલક ગોધરાના પુર્વ ડે.કલેકટર નવીનભાઈ ભીખુભાઈ ભટ્ટે (ચંદ્રલોક સોસાયટી, જૈન દેરાસરની બાજુમાં, માંજલપુર)એ જયંતિભાઈની કાર સાથે તેમની કાર ધડાકાભેર ભટકાવી અકસ્માત કર્યો હતો. આ મામલો માંજલપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો પરંતું બંને કારચાલકો વચ્ચે સમાધાન થતાં આ બનાવની ફરિયાદ નોંધાઈ નહોંતી. જાેકે પુર્વ.ડે.કલેકટર નવીનભાઈએ દારૂનો નશો કર્યો હોવાની જાણ થતાં પોલીસે તેમની દારૂબંધીના ગુનામાં ધરપકડ કરી હતી.