હાંસોટના માજી પ્રમુખ અને જીલ્લા પંચાયતના સભ્ય વિજય પટેલનું ભાજપામાંથી રાજીનામું

ભરૂચ-

રાજ્યભરમાં ચૂંટણીની લહેર ચાલી રહી છે. આવા સમયમાં જાે ચૂંટણીમાં પોતાની આશા અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો રાજીનામું આપી દેવાનું અથવા પક્ષ પલટો કરી દેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે  વિજય પટેલે ભાજપામાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. તેઓ અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલના સગા ભાઈ છે, તેની સાથે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના માજી પ્રમુખ પણ છે. તેમના આ પગલાને પરિણામે પક્ષમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમના સાથેની ટેલિફોનીક વાતચીતમાં તેમણે સ્થાનિક નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપો પણ મુક્યા છે, તેની સાથે તેમણે ભાજપાને બળવા માટે તૈયાર રહેવું પડે તેવી શક્યતાઓ થઈ શકે છે તે પણ જણાવ્યું છે.

સ્થાનિક આગેવાનો ઉપર ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં આરોપોભાજપામાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જીલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય પટેલે આજે અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ તેમની સાથેની ટેલિફોનીક વાતચીતમાં તેઓએ સ્થાનિક નેતાઓ ઉપર ભારે આક્ષેપો કર્યા હતા. તેમણે સ્થાનિક આગેવાનો ઉપર ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આરોપો મુક્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે,

અંતર્ગત વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર પ્રદેશ પ્રમુખ દ્વારા આ વખતે ૩ ટર્મથી ચૂંટાઇને આવતા આગેવાનોને ટીકીટ નહિં મળે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. ત્યારે આવા સમયે અનેક નેતાઓ હજુ હશે જે આ પ્રમાણેનું પગલું ભરી શકે છે તેવા અણસાર પણ આપ્યા છે. તેના પરિણામે ભાજપાએ બળવા માટે તૈયાર રહેવું પડી શકે તેવી શક્યતાઓ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution