પૂર્વ RBI ગવર્નર ઊર્જિત પટેલને NIPFPના ચેરમેન બનાવાયા
20, જુન 2020 396   |  

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ઊર્જિત પટેલને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક ફાયનાન્સ એન્ડ પોલીસીના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઊર્જિત પટેલ પહેલા આ પદ પર વિજય કેલકર હતા. કેલકરે ૨૦૧૪માં આ પદ સાંભળ્યું હતું. ઊર્જિત પટેલ ૨૨ જૂનના રોજ NIPFP ના ચેરમેનનું પદ સંભાળશે. 

આ જાણકારી આપતા NIPFPના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમને તે વાતની ખુશી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ ૨૨ જૂન,૨૦૨૦થી ચાર વર્ષ માટે સંસ્થાના ચેરમેન પદે જાડાઈ રહ્યા છે. એનઆઇપીએફપી નો મુખ્ય ઉદ્દેશ સાર્વજનિક અર્થશાસ્ત્ર સાથે સંબંધિત ક્ષેત્રોમાં નીતિ નિર્માણમાં યોગદાન આપવાનું છે. આ સંસ્થાને નાણા મંત્રાલય. ભારત સરકારના સિવાય વિભિન્ન રાજ્ય સરકારોને વાર્ષિક નાણાંકીય સહાય મળે છે.

વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર માસમાં ઊર્જિત પટેલે RBIના ગવર્નર પદેથી રાજીનામું પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું કેન્દ્રીય બેન્કના બોર્ડની મહત્વપૂર્ણ બેઠકથી પહેલા આપ્યું હતું. આ બેઠકમાં સરકાર સાથે મતભેદોને દૂર કરવાની વાતચીત થવાની હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution