વેમાલીના પૂર્વ સરપંચ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જાેડાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026  |   વડોદરા   |   2574

ચૂંટણી પૂર્વે વિવિધ એકપક્ષ છોડીને બીજા પક્ષમાં જાેડાવવાની શરૂઆત થઈ છે. ત્યારે વડોદરાના વેમાલી ગામના પૂર્વ સરપંચ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જાેડાયા હતા તેઓ ૩૫ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેમણે આજે કોંગ્રેસનો ખેસધારણ કર્યો હતો.

કોંગ્રેસમાં જાેડાનાર વેમાલીના પૂર્વ સરપંચ નીલેશ પટેલે જણાવ્યું હતું કે, હું ૩૫ વર્ષથી ભાજપનો સૈનિક રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાયા બાદ વર્તમાન શાસકોને ધુરા સોંપી ત્યાર બાદ આ લોકોએ વિકાસને વિનાશમાં પરિવર્તિત કરી દીધો છે.

અમારા વિસ્તારમાં પાણી માટે અનેક રજૂઆત કરી છે છતાં પણ શાસકો દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી. અમદાવાદના પૂર્વ મેયર હિંમત પટેલે કોંગ્રેસમાં જાેડાનાર તમામ કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

વેમાલી ગામના પૂર્વ સરપંચ નિલેશ પટેલે જાે કોંગ્રેસ ટિકિટ આપે તો કોર્પોરેશનની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution