વોશિગ્ટંન-

વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યારસુધી 1 કરોડ 74 લાખ 76 હજાર 105 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 1 કરોડ 9 લાખ 39 હજાર 477 સ્વસ્થ થઇ ચૂક્યા છે. 6 લાખ 76 હજાર 759 લોકોના મોત થયા છે.

અમેરિકામાં કોવિડ-19ની બે વેક્સીનના ત્રીજા તબક્કા માટે ટ્રાયલ શરૂ થઇ ચૂક્યા છે. ગુરૂવારે સેંકડો લોકોને રસી આપવામા આવી હતી. જાેકે કેટલા લોકોને રસી આપવામા આવી તેની માહિતી મળી નથી. આ રસી બાયોટેક્નોલોજી કંપની મોડર્ના અને ફાઇઝરે બનાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ એક અપ્રત્યાશિત સ્થિતિ છે. અમને ખબર નથી કે આ વેક્સીન કેટલું સારું પરિણામ આપશે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર હરમન કેનનું કોરોનાવાયરસના લીધે મૃત્યુ થયું છે. તેઓ 74 વર્ષના હતા. કેન કેન્સરની બીમારીથી પીડિત હતા અને તેના માટે તેમને ગત મહિને એટલાન્ટાની એક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. કેન 2012માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. ટ્રમ્પે તેમના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી.

બ્રિટનની ઇમ્પેરિયલ કોલેજ લંડને 300 લોકો પર પ્રયોગ તરીકે કોરોનાવાયરસની વેક્સીન આપી હતી. આ પહેલા તેનું અમુક લોકો પર ટ્રાયલ પણ કરવામા આવ્યું હતું. પોઝિટિવ રિઝલ્ટ મળ્યા બાદ 300 લોકો પર તેનું ટ્રાયલ કરવામા આવ્યું છે. બ્રિટનમાં અત્યારસુધી કોરોના સંક્રમણના લીધે ત્રણ લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. 45 હજારથી વધુ લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના 57837 નવા કેસ સામે આવ્યા હતા. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 26 લાખ 13 હજાર 789 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 91 હજાર 377 લોકોના મોત થયા છે. મહામારીની શરૂઆતથી અત્યારસુધી 18 લાખથી વધુ દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે.