લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
વડોદરા |
1584
ચૂંટણી પહેલા ભાજપ - કોંગ્રેસમાં જાેડતોડનું રાજકારણ હવે વધુ તેમજ બન્યુ છે. આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના ચાર આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપામાં જાેડાયા હતા. ભાજપના સ્થાપના દિવસે જ ચાર આગેવાનો સહિતને જિલ્લા ભાજપા પ્રમુખ,ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય અને કોંગ્રેસના હોદ્દા ઉપર રહેલા કાર્યકરોએ આજે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો., કોંગ્રેસનો હાથ છોડનાર ચાર આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ, કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ રાજ, કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે. ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો.
ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ મનાતા પ્રહલાદ પટેલ હાલમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ છે. તાજેતરમાં યોજાયેલી બરોડા ડેરીની ચૂંટણનીમાં પણ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી જાે કે તેમનો પરાજય થયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, આ કાર્યકરોના આવવાથી ડભોઇમાં ભાજપ વધુ મજબૂત બનશે. તમામ કાર્યકરો હાલમાં કોંગ્રેસ સાથે જાેડાયેલા છે પરંતુ તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જાેડાયા છે.