ફ્રેન્ચ ડિઝાઇનરના કપડાં અને ઇટાલિયન લેધરના સેન્ડલ, જાણો ગ્લેમરસ પ્રિયંકા ચોપરાનો ખર્ચ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુલાઈ 2020  |   2871

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. પ્રિયંકા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

પ્રિયંકા ચોપડા તેના પરિવાર સાથે હેન્ગઆઉટ કરતી નજરે ચડે છે. તેમ છતાં તેનો લુક હંમેશા ગ્લેમરસ રહે છે. આવો જ એક લુક થોડા સમય પહેલા જોવા મળ્યો હતો, જેમાં તે ગીગમ ડ્રેસમાં જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકાએ સ્ટાઇલિશ લુક પર કેટલા પૈસા ખર્ચ્યા? પોતાની જાતને હંમેશા સ્ટાઇલમાં રાખવા માટે પ્રિયંકા ચોપડા મોંઘા બ્રાન્ડના કપડા લેવામાં એક પળનો વિચાર કરતી નથી. આ જ કારણ છે કે જ્યારે તે રેડ કાર્પેટ પર જ નહીં પરંતુ તેના પરિવાર સાથે પણ હેંગઆઉટ કરવા જાય છે ત્યારે તેનો લુક એકદમ ખૂબસુરત લાગે છે. આ લુક તેનો ત્યારે જોવા મળ્યો હતો જયારે તે સાસુ-સસરા અને જેઠી-જેઠાણી સાથે લંચ માટે બહાર ગઈ હતી. 

પ્રિયંકા ચોપરાએ આ આઉટિંગ માટે ઉનાળાના અનુકૂળ ફેબ્રિક અને ડિઝાઇન ડ્રેસ પસંદ કર્યો હતો. તેણે કોટન ગીગમ પેટર્નનું સ્કર્ટ અને ટોપ પહેર્યું હતો. પ્રિયંકા બ્રાઇટ ગ્રીન અને વ્હાઇટ કોમ્બિનેશનના આઉટફિટમાં શાનદાર લાગી રહી હતી. જેના કારણે તેનો લુક ઘણા પોર્ટલથી કવર કરી 'શાનદાર ચોઈસ' જણાવ્યું હતું.

પ્રિયંકાના ટોપ અને સ્કર્ટ વિશે વાત કરીએ તો આ બંને કપડાં ડિઝાઇનર મ્યુઝિયર પેરિસના કલેક્શનમાંથી લેવામાં આવ્યા છે. આ બંનેના ભાવ અલગ હતા. જ્યારે ટોપ 72 યુરો હતો, જ્યારે સ્કર્ટ 77 યુરો હતો. આ બંને ભાવો આશરે 6,270 રૂપિયા અને 6,707 રૂપિયા છે.

પ્રિયંકાએ સફેદ રંગમાં પોતાના માટે ફક્ત સેન્ડલ જ નહીં પણ હેન્ડબેગ પણ વ્હાઇટ કલર પસંદ કર્યા હતા. તેણે Frame બ્રાન્ડમાંથી એક નાનો હેન્ડબેગ પસંદ કર્યો, જેમાં સ્ટ્રેપ પર સ્ટડ પણલગાવ્યું હતું. તેની કિંમત 350 ડોલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 26,153 રૂપિયા છે.

દેશી ગર્લ ના કાળા ચશ્માની વાત કરીએ તો તે Vita Fede બ્રાન્ડનો હતો. આ ઇટાલિયન બ્રાન્ડના બ્લેક શેડ્સની કિંમત 295 ડોલર હતી, જે ભારતીય રૂપિયામાં લગભગ 22,043 છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution