પેરિસ. 

ફ્રેન્ચ ઓપન 2020માં સ્પેનનાં રાફેલ નડાલે પોતાનું 13માં ટાઇટલની શોધમાં શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 12 વખત ચેમ્પિયન બનેલા નડાલે અમેરિકાના સેબેસ્ટિયન કોર્ડાને સીધા સેટમાં હરાવીને અંતિમ -8 માં પ્રવેશ કર્યો હતો.

નડાલે 20 વર્ષીય યુવા ખેલાડી કોર્ડાને 6-1, 6-1, 6-2થી હરાવ્યો. સ્પેનિશ ખેલાડીએ આ મેચ એક કલાક અને 55 મિનિટમાં જીતી લીધી. બીજો ક્રમાંકિત નડાલ સતત ચોથી વાર ફ્રેન્ચ ઓપનમાં જીતવા માગે છે. ક્વાર્ટર ફાઇનલમાં હવે તેનો મુકાબલો વિજેતા થનાર એલેક્ઝાન્ડર ઝવેરેવ અથવા જાનિક સિનાર વચ્ચે થશે. 

મહિલા સિંગલ્સમાં ટોપ સીડ રોમાનિયાની સિમોના હેલેપ ચોથી રાઉન્ડની સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. તે બીજા ફ્રેન્ચ ઓપનના ખિતાબની શોધમાં હેલેપને પોલેન્ડની યુવા ખેલાડી ઇંગા સ્વિટ્ઝેકની હાથે હારનો સામનો કરવો પડ્યો. માત્ર 68 મિનિટ ચાલેલી મેચમાં સ્વિટ્ઝેક પૂર્વ વર્લ્ડ નંબર 1 હાલેપને સીધા સેટમાં 6-1, 6-2થી હરાવી.  વર્લ્ડ નંબર 58 સ્વિટ્ઝેકની કારકિર્દીમાં પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ક્વાર્ટર ફાઇનલમાં હવે સ્વિટ્ઝેકનો મુકાબલો ઇટાલીની ક્વોલિફાયર માર્ટિના ટ્રેવિસન સામે થશે, જેણે બીજી મેચમાં પાંચમી ક્રમાંકિત કિકી બર્ટેન્સને 6-4, 6-4થી હરાવી હતી.  આ જીતની સાથે જ સ્વિટ્ઝેકે પણ ગયા વર્ષે અહીં બે વખતના ચેમ્પિયન હlલેપની પરાજયનો બદલો પણ લીધો. હાલેપે ગત વર્ષે સમાન ટુર્નામેન્ટમાં સ્વીત્ઝેકને 6-1, 6-0થી પરાજિત કરી હતી.