વારંવાર ચહેરા પર પિંપલ્સ ઉપસી આવે છે? આ કામ કરી લેશો તો ક્યારેય નહીં થાય આ સમસ્યા
06, જુલાઈ 2020

તમે ચહેરાના ડાઘ-ધબ્બા ભલે મેકઅપથી છુપાવી દો, પણ ચહેરા પર થતાં પિંપલ્સ અને ફોડલીઓ છુપાવવા માટે આ ટ્રિક કામ લાગતી નથી. ઘણીવાર ચહેરા પર મોટી સાઈઝના પણ પિંપલ્સ ઉપસી આવતા હોય છે જેના કારણે ચહેરો બહુ જ ખરાબ દેખાય છે. આ સમસ્યાથી બચવા માટે અને પિંપલ્સ ન થાય તેના માટેની 5 ટિપ્સ અપનાવો.

દિવસમાં માત્ર 1-2 વાર ચહેરો માઈલ્ડ ક્લિંઝર અથવા નવશેકા પાણીથી સાફ કરો. સ્ક્રબ અથવા હાર્શ વસ્તુઓનો ઉપયોગ સ્કિન પર કરવો નહીં. સાથે જ રાતે ચહેરાની સફાઈ અને મેકઅપ રિમૂવ કરવાનું ભૂલવું નહીં.

ઘણાં લોકોને પિંપલ્સ દબાવવાની આદત હોય છે. આવું કરવાથી ઈન્ફેક્શન વધે છે અને પિંપલ્સ વધુ ફેલાય છે અને લાંબા સમય સુધી રહે છે. તેના માટે બેંજોઈલ પેરોક્સાઈડ અથવા સેલીલિલીક એસિડ અને સંતુલિત પીએચ લેવલવાળા ફેસવોશનો ઉપયોગ કરવો. તેનાથી ધીરે-ધીરે પિંપલ્સ દૂર થવા લાગશે.

સ્કિનને તડકાંથી બચાવો. જો તમને એવું લાગતું હોય કે ટેનિંગથી પિંપલ્સ છુપાય જાય છે તો તમને જણાવી દઈએ કે આવું થોડાં સમય માટે જ થાય છે. ટેનિંગને કારણે પિંપલ્સની સમસ્યા ગંભીર પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. તેના કારણે રિંકલ્સ વધે છે અને સ્કિન કેન્સરનો પણ ખતરો વધે છે.

એક્સરસાઈઝ બાદ ચહેરાને સાફ કરવાનું ભૂલવું નહીં. પરસેવાને કારણે રોમછિદ્રો ખુલી જાય છે. આ જ રીતે ક્યાંક બહારથી ઘરે આવો ત્યારે પણ નવશેકા પાણીથી ચહેરો ધુઓ, જેથી પોલ્યૂશન અને ડર્ટ તમારી સ્કિન પરથી દૂર થઈ જાય. નહીં તો પિંપલ્સ વધી શકે છે. 

જો તમને છાતી કે પીઠ પર પિંપલ્સ થતાં હોય તો ટાઈટ કપડાં પહેરવા નહીં, કારણ કે ટાઈટ કપડાં પહેરવાથી સ્કિન સાથે ઘર્ષણ થાય છે. જેના કારણે આ સમસ્યા વધે છે અને ઘણીવાર બળતરા પણ અનુભવાય છે. જેથી ઢીલા કપડાં પહેરવા, ખાસ કરીને ગરમીની સિઝનમાં સૂતરાઊ અને ઢીલાં કપડાં જ પહેરવા. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution