તાલિબાનની ધમકીથી ગભરાયા બાદ તુર્કીના રાષ્ટ્રપતિએ અમેરિકાની મદદ માંગી
21, જુલાઈ 2021 495   |  

અંકારા-

પાકિસ્તાનની રાજધાની કાબુલ સુધી રોકેટ વરસાવી રહેલા તાલિબાન આતંકીઓએ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગાનની ઉંઘ હરામ કરી દીધી છે. મુસ્લિમ જગતના ‘ખલીફા’ બનવાનું સપનું જાેઇ રહેલા અર્દોગાને હવે કાબુલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે અમેરિકાથી નાણાંકીય, લોજિસ્ટિકલ, અને ડિપ્લોમેટસ સમર્થન માંગ્યું છે. તુર્કી કાબુલ એરોપ્રટની સુરક્ષા સંભાળીને એક તીરથી કેટલાંય શિકાર કરવાની કોશિશમાં છે.

તુર્કીના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે તાજેતરમાં તાલિબાને ધમકી આપી હતી કે જાે તુર્કીની સેનાએ અમારી જમીનને છોડી નહીં તો અમે કાર્યવાહી કરીશું. વાત એમ છે કે તાજેતરમાં જ તુર્કીએ પ્રસ્તાવ મૂકયો હતો કે જ્યારે નાટોની સેનાએ અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે પાછી જતી રહેશે તો તેના સૈનિક કાબુલ એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સંભાળી લેશે. ઉત્તર સાઇપ્રસમાં આયોજીત એક કાર્યક્રમમાં અર્દોગાને કહ્યું કે સૌથી પહેલાં અમેરિકાના ડિપ્લોમેટસ અને ડિપ્લોમેટસ સંબંધોના મામલામાં અમારો પક્ષ લેવો પડશે. બીજી વાત એ અમારા માટે સંપૂર્ણ લોજિસ્ટિક સપોર્ટ ઉપલબ્ધ કરાવે. તેમણે પોતાની દરેક લોજિસ્ટિક ક્ષમતાને આપણે સોંપવી પડશે. અંતમાં આ આખી પ્રક્રિયા દરમ્યાન ગંભીર નાણાંકીય અને પ્રશાસનિક મુશ્કેલીઓ આવવાની છે. આ અંગે પણ અમેરિકાને તુર્કીની મદદ કરવી પડશે. આ શરતોને જાે પૂરી કરવામાં આવે તો અમે કાબુલ એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સંભાળી શકીએ છીએ. આની પહેલાં સોમવારના રોજ અર્દોગાને તાલિબાનની ધમકીને નજરઅંદાજ કરતાં કહ્યું કે તેણે પોતાના ભાઇઓની જમીન પર કબ્જાે ખત્મ કરવો જાેઇએ. અર્દોગાને તાલિબાનને અપીલ કરી કે દુનિયાને અફઘાનિસ્તાનમાં કાયમ શાંતિ દેખાડો. અર્દોગાને તાલિબાનની તુર્કી સેનાને ધમકી આપવા પર ખાસ પ્રતિક્રિયા આપી નહોતી. તાલિબાને તુર્કીને ચેતવણી આપી હતી કે કાબુલ એરપોર્ટ પર સૈનિકોની તૈનાતીનું ભયાનક પરિણામ આવી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution