હવેથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર લાગશે ૧૮ ટકા gst


ય્જી્‌ કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. એક બિઝનેસ ચેનલને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ૨૦૦૦ રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન પર ૧૮% ય્જી્‌ લાગશે.પેમેન્ટ ગેટવેને આમાં કોઈ છૂટ મળશે નહીં. આ ર્નિણય બાદ ટ્રાન્ઝેક્શનની મર્ચન્ટ ફી પર ૧૮ ટકા ય્જી્‌ લાગશે. ય્જી્‌ ફિટમેન્ટ કમિટીનો અભિપ્રાય છે કે પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી આ કમાણી પર ૧૮% ય્જી્‌ વસૂલવો જાેઈએ. સમિતિનું માનવું છે કે આ પ્રકારના જીએસટીથી ગ્રાહકોને અસર થવાની શક્યતા નથી.વાસ્તવમાં આ ય્જી્‌ પેમેન્ટ એગ્રીગેટર પાસેથી લેવામાં આવશે. પેમેન્ટ એગ્રીગેટર્સ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ છે જે વેપારીને ચુકવણીની રકમ સ્વીકારવામાં મદદ કરે છે. રેજરપે, પેટીએમ અને ગુગલ પે એ પેમેન્ટ એગ્રીગેટનાં ઉદાહરણો છે.વાસ્તવમાં પેમેન્ટ એગ્રીગેટર્સ તેમની સેવાઓ પૂરી પાડવા માટે વેપારીઓ પાસેથી કેટલાક પૈસા લે છે. આ દરેક વ્યવહારના ૦.૫-૨ ટકા છે. જાે કે મોટાભાગના એગ્રીગેટર્સ તેને ૧ ટકા પર રાખે છે. આ ૦.૫-૨ ટકા રકમ પર સરકાર જે સર્વિસ ટેક્સ વસૂલે છે. તેથી સામાન્ય લોકો પર તેની સીધી અસર નહીં થાય. પરંતુ તે નાના દુકાનદારો માટે મુશ્કેલી ઊભી કરશે.નાણાપ્રધાન ર્નિમલા સીતારમણની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીમા પોલિસી પરના ય્જી્‌ દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution