હવેથી pf ખાતાધારકના મોત પર નોમિનીને રૂપિયા લેવામાં નહીં પડે કોઈ તકલીફ, બદલાયા  નિયમ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2024  |   4059


નવીદિલ્હી,તા.૨૧

આધાર સાથે સંબંધિત નિયમોને કારણે ઈઁહ્લ સભ્યના નોમિનીને પૈસા ચૂકવવામાં સમય લાગી રહ્યો હતો. ડેથ ક્લેમનાં તાત્કાલિક સેટલમેન્ટ માટે હવે ઈઁર્હ્લંએ નિયમ બદલી દીધો છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈઁર્હ્લં) એ ઁહ્લ ખાતાધારકના ડેથ ક્લેમના નિયમોને સરળ બનાવી દીધા છે. નિયમોમાં ફેરફારને કારણે હવે ઁહ્લ ખાતાધારકના નોમિનીને સરળતાથી પૈસા મળી જશે. ઈઁર્હ્લંએ આ જાણકારી આપતા એક પરિપત્ર બહાર પાડ્યો છે. હવે નવા નિયમ મુજબ, જાે કોઈ પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે અને તેનું પીએફ ખાતું આધાર સાથે લિંક નથી થયું અથવા આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતી પીએફ ખાતા સાથે આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાતી નથી, તો પણ તે ખાતાધારકના પૈસા તેના નોમિનીને ચૂકવી દેવામાં આવશે.

નોમિનીને પૈસા મેળવવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ઈઁર્હ્લંએ મૃત્યુના દાવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમોમાં ફેરફાર પહેલા, જાે આધારની વિગતોમાં કોઈ ભૂલ હોય અથવા ટેક્નિકલ સમસ્યાને કારણે આધાર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો ડેથ ક્લેમ લેવામાં મુશ્કેલી પડતી હતી. અધિકારીઓએ મૃત સભ્યની આધાર વિગતોને મેચ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હતા. જેના કારણે ક્લેમ મેળવવામાં ઘણો સમય લાગતો હતો અને નોમિનીને ઘણી દોડધામ કરવી પડી હતી.

ઈઁર્હ્લંએ કહ્યું કે કોઈના મૃત્યુ પછી આધારમાં આપેલી માહિતીને સુધારી શકાતી નથી. તેથી, હવે ફિઝિકલ વેરિફિકેશન બાદ નોમિનીને પૈસા ચૂકવવામાં આવશે. પૈસા માટે હકદાર નોમિની અથવા પરિવારના સભ્યની સત્યતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે ઈઁર્હ્લં દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. જાેકે, આ માટે પ્રાદેશિક અધિકારીની પરવાનગી ફરજિયાત રહેશે.

પ્રાદેશિક અધિકારીની મંજૂરી બાદ પીએફની રકમ નોમિનીને ચૂકવવામાં આવશે. જાે પીએફ ખાતાધારકના આધારે આપવામાં આવેલી માહિતી ખોટી હશે તો આ નિયમ લાગુ થશે. જાે ઈઁર્હ્લં ેંછદ્ગ પાસે સભ્યની માહિતી ખોટી છે, તો પૈસાની ચુકવણી માટે બીજી પ્રક્રિયાને અનુસરવી પડશે.

જાે ઁહ્લ ખાતાધારકે આપેલી પોતાની માહિતીમાં નોમિનીનું નામ ન આપ્યું હોય અને તેનું મૃત્યુ થઈ જાય છે તો ઁહ્લ ના પૈસા મૃત વ્યક્તિના કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે. વારસદારે અન્ય દસ્તાવેજાે સાથે તેનું આધાર કાર્ડ પણ આપવાનું રહેશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution