ગાંધીનગર

ગાંધીનગર શહેર–જિલ્લાના જન સેવા કેન્દ્રો આગામી તા. ૧૦ મી મે સુધી બંધ રહેશે. જેના અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ ઉપરાંત ચોરા/ચાવડીઓ ખાતે અતિ આવશ્યક સંજાેગો સિવાય અરજદારોની મુલાકાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાની મહામારી બેકાબુ બની રહી છે, ત્યારે કોરોના મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક નિવારાત્મક પગલાં લેવાઈ રહ્યા છે. તેના ભાગ રૂપે ગાંધીનગર શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રોની કામગીરીઓને જાહેર હીત તથા આરોગ્યને ધ્યાનમાં રાખીને આગામી તા. ૧૦ મી મે સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત ગાંધીનગરના નિવાસી અધિક કલેકટર એચ.એમ. જાડેજા દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગૃહ વિભાગના તા. ૬/૪/૨૦૨૧ના પરિપત્રથી ગાંધીનગર શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી, ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રની કામગીરીઓને બંધ કરવામાં આવી હતી.

આ દરમિયાનમાં ગાંધીનગર નિવાસી અધિક કલેકટર એચ. એમ. જાડેજાએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજાેગોને ધ્યાનમાં રાખીને ગાંધીનગર શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રની કામગીરીઓને આગામી તા. ૧૦ મી મે બંધ રાખવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેવા સંબંધિત કામગીરી માટે આવશ્યક સંજાેગોમાં જ સંબંધિત મામલતદારનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી તથા તાબા હેઠળની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ઉપરાંત મામલતદારના તાબા હેઠળની ચોરા/ચાવડીઓ ખાતે અતિ આવશ્યક સંજાેગો સિવાય અરજદારોની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ પણ એચ. એમ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત દ્વારા કલેકટર કચેરીમાં કામ હોય તો સીધો મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે.