દિલ્હી-

જીઓ ફોન નેક્સ્ટ ને લોન્ચ થવાની રાહ જોઈ રહેલા લોકો માટે મોટા સમાચાર છે.લાખો Jio ગ્રાહકો જે 10 સપ્ટેમ્બરથી વિશ્વનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન ખરીદવાનું સપનું જોતા હતા તેમનું સપનું તૂટી ગયું છે. જિયોના પોતાના એક નિવેદનમાં જણાવાયું હતું કે જીઓ નેકસ્ટ સ્માર્ટફોન હાલ તેના એડવાન્સ ટ્રાયલ સ્ટેજમાં છે.

ફોનનું વર્તમાનમાં લિમિટેડ યુઝર્સ સાથે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. અને ફોનને આજે લોન્ચ કરવામાં નહી આવે ફોન માટે હજી દિવાળી સુધી રાહ જોવી પડશે. મહત્વનું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે જીઓ અને ગુગલ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલું જીઓફોન નેકસ્ટ 10 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. જીઓએ વધુમાં જણાવ્યું કે ફોનના લોન્ચમાં મોડું થવા પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ માર્કેટમાં સેમિકન્ડકટરની અછત હોવાથી ફોન સમયસર લોન્ચ કરી શકાયો નહી. પરતું બહુ જ જલ્દી આ અછતને દૂર કરવામાં આવાશે.

હાલ મર્યાદિત વપરાશકર્તાઓ સાથે JioPhone નેક્સ્ટનું પરીક્ષણ શરૂ કર્યું છે અને દિવાળીના તહેવારોની સીઝન સુધીમાં તેને વધુ વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. જિયો અને ગૂગલે કહ્યું કે તેઓએ બહુપ્રતિક્ષિત જિયોફોન નેક્સ્ટ લોન્ચ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. બંને કંપનીઓ સંયુક્ત રીતે આ ફોન ભારતમાં બનાવી રહી છે. જિયોફોન નેક્સ્ટ એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોર પર આધારિત ઓપ્ટિમાઇઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથેનું પોતાનું પ્રથમ ઉપકરણ છે. એક અંદાજ મુજબ જિયોફોન નેક્સ્ટ ખૂબ જ સસ્તું સ્માર્ટફોન હશે, જોકે તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.