મોટી કમાણી માટે થઈ જાઓ તૈયાર! આજે સરકારી કંપનીનો IPO ખુલ્યો

નવી દિલ્હી:

જો તમે આ પહેલા દિગ્ગજ કંપનીઓમાં IPO દ્વારા મોટી કમાણીની તક ચૂકી ગયા છો તો તમારા માટે ફરી એક નવો મોકો છે. આજે 29 એપ્રિલના રોજ સરકારી કંપનીનો IPO ખુલ્યો છે, જેમાં રોકાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો. હકીકતમાં પાવર ગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની માલિકી હક વાળી પાવર ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ઇન્વેસ્ટમેન્ટ (PowerGrid Infrastructure Investment Trust)નો આઇપીઓ 29મી એપ્રિલ એટલે કે આજે ખુલ્યો છે. જે PSU કંપની તરફથી જાહેર કરવામાં આવનારો પ્રથમ આઈપીઓ છે. આ ઇશ્યૂ 29મી એપ્રિલના રોજ ખુલશે અને ત્રીજી મેના રોજ બંધ થશે. જો તમે આઈપીઓમાં રોકાણ કરવા ઇચ્છો છો તો કેટલિક બાબતો જાણી લો.

આ આઈપીઓ માટે તમે 29મી એપ્રિલથી એટલે કે આજથી બીડ કરી શકશો. બીડ કરવાનો અંતિમ દિવસ ત્રીજી મે, 2021 છે. શેર અલોટમેન્ટની તારીખ 10મી મે, 2021 છે. ડીમેડ એકાઉન્ટમાં 11 મે, 2021ના રોજ શેર જમા થશે. આઈપીઓ 17મી મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે.

 આઈપીઓની કુલ સાઇઝ 7,734 કરોડ રૂપિયા છે. PowerGrid InvIT IPOમાં 4,993.48 કરોડ રૂપિયાના નવા શેર અને યૂનિટ હૉલ્ડર્સ તરફથી 2,741.51 રૂપિયાના ઑફર ફૉર સેલ શેર શામેલ છે. કંપનીએ શેર માટે પ્રાઇઝ બેન્ડ 99-100 રૂપિયા પ્રતિ યૂનિટ નક્કી કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution