અમરેલી,પોરબંદર,કચ્છ, ગુજરાત પર છેલ્લા ૫ દિવસથી બિપોરજાેય વાવાઝોડાનું સંકટ ઘેરાયું હતું ત્યારે સૌરાષ્ટ્રના લોકોને આ વાવઝોડુ તાઉતેની યાદ તાજી કરાવી દેશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાધનપુરમાં પણ અનરાધાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. ભારે પવનમાં ગેલાશેઠની શેરીમાં બંધ મકાનનું પતરું ઊડ્યું છે. ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે રોડ પર પાણી ભરાયાં છે. પાણીમાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયાં છે.વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને ધારી પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયાં છે તેમજ નદી-નાળાં વરસાદી પાણીથી છલકાયાં છે. ગીર પંથકના સરસિયા, જીરા, ડાભાળી, હીરાવા અને નાગધ્રામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. આથી નાગધ્રા ગામની શેલ નદી ગાંડીતૂર બની છે અને ઘોડાપૂરથી બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા છે વાવાઝોડાની અસર ભચાઉ અને જખૌમાં શરૂ થઈ ગઈ હોય એમ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તેમજ ભુજમાં ધોધમાર વરસાદથી જૂના બસસ્ટેન્ડ પાસે રસ્તા પર પાણી ભરાયાં છે. જાફરાબાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જાફરાબાદ બંદર પર ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ જાફરાબાદ સહિત અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ૪૨ ાદ્બॅરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ લોકોને વાડાઝોડું- ‘તાઉતે’ની યાદ તાજી થઈ રહી છે. ભારે પવનથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના પશ્ચિમ કાંઠા પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ડરામણાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે.પોરબંદરમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તેમજ પવનની ગતિ વધુ હોવાથી રસ્તા પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો અંજારમાં ૩૦ મિમી, ભુજમાં ૩૩ મિમી, માંડવીમાં ૧૫ મિમી, મુંદ્રામાં ૧૫ મિમી, નખત્રાણામાં ૧૩ મિમી, રાપરમાં ૧૬ મિમી, અબડાસામાં ૧૧ મિમી, દાંતામાં ૧૦ મિમી, ભચાઉમાં ૯ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આથી અહીં ડરામણાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. ગુજરાતમાં જખૌ બંદર પાસે આ વાવાઝોડું ટકરાવાનું છે. ૧૬ અને ૧૭ જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ અને પવનની ગતિમાં વધારો થશે. ૧૬ જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ૬૨થી ૮૭ ાદ્બॅરની ગતિએ પવન ફુંકાવાની સાથે મધ્યથી ભારે વીજળી થવાની શક્યતા છે.