ગીર સોમનાથ-

ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા ઓ પણ અનુભવાયા હતા. એક બાજુ વરસદા, બીજી તરફ ભૂકંપ અને ત્રીજી બાજુ કોરોના વાયરસનો ફફડાટ હોવાથી લોકોમાં વધારે ભયનો માહોલ સર્જાયો હતો. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે ગુરુવારે 3.44 મિનિટે ગીર સોમનાથની ધરતી ધ્રૂજીતા લોકોમાં ભય ફેલાયો હતો.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ પડી રહ્યો હતો ત્યારે બીજી તરફ ગીર સોમનાથના તાલાલા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા ઓ પણ અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના આંકડા પ્રમાણે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાઈ હતી. જ્યારે તાલાલાથી 9 કિલોમિટર દૂર નોર્થ ઈસ્ટમાં ભૂકંપું કેનદ્ર બિન્દુ હતું. જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની પહોંચી નથી.